માથા ફોડીને આવો તો અમે FRI લઈએ : ચુડા પોલીસ સ્ટેશન
5 ઓક્ટોબર, ચુડા
સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનમાં પોતાના નિતિનીયમો અને પોતાની ધોરાજી ચાલાવતા પોલીસ અધિકારીઓ.
વેજલકા ગામના ધરજીયા ધનજીભાઈ કાનજીભાઈ તથા તેમના પત્ની ભાવુબેન ધનજીભાઈ ધરજીયા દિવાળીના દિવસે ચુડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને મારવાના પ્રયત્નની ફરીયાદ નોંધાવવા ગયા તો તેમને પોલીસ અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યુ કે "અમે છેતરપિંડીની ફરિયાદ લેતા નથી તેના માટે તમારે વકીલને મળવું જોઈએ. અમે તો અહીં માત્ર મારામારી જેવી જ ફરિયાદ લઇએ છીએ. તમે જાવ અને માથા ફોડીને આવો તો અમે તમારી ફરિયાદ લઈએ."
ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પોતાનો પાવર દેખાડી અને પોતાની દાદાગીરી દેખાડીને ફરીયાદ લીધા વગર ધનજીભાઈ તથા ભાવુબેનને પોલિસ સ્ટેશનથી ભગાડી મુકવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં દસેક પોલીસ અધિકારીઓ હતા તથા મહિલા પોલીસ અધિકારી હતા. તે છતા કોઈ છેતરપિંડીનો કેસ લેવા માટે તૈયાર ના થયું. પોલીસ અધિકારીઓએ પોતાના નામ પણ ના બતાવ્યા. પોતાના કાયદા કાનુન લગાવીને ત્યાંથી રવાના કરી દીધા.
થોડા દિવસ પહેલા ધનજીભાઈને જમીન અને મકાનના કાગળોમાં કોરા કાગળો પર મંગાભાઈ કાનજીભાઈ ધરજીયા એ કહ્યું કે "આમા સહી કરી દેજે". ધનજીભાઈએ કોરા કાગળો પર સહી ના કરી દેતાં થોડા દિવસ પછી ધનજીભાઈની ગેરહાજરીમાં તેમનાં પત્ની ભાવુબેનને વિક્રમભાઈએ મારવાનો પ્રયાસ કર્યો. વિક્રમભાઈના પત્ની અને તેમના માતાએ વિક્રમભાઈને પકડી રાખ્યા એટલે ભાવુબેન બચી ગયા. આ બાબતની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા તો ફરીયાદ ના લીધીને પાછા ઘરે મોકલી દીધા.
હવે જોવાનું એ રહ્યું કે ધનજીભાઈ તથા ભાવુબેન આગળ જીલ્લા કલેક્ટરને કે અદાલતમાં આ પોલીસ સ્ટેશનની ગેરવર્તણુક અને પોતાની દાદાગીરીની ફરીયાદ કરે છે કે નહી.
Repoting :- A. M. KAMEJALEEYA
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો