sangeeakhil

શનિવાર, 10 મે, 2025

તારા શહેરમાં...

તારા શહેરમાં...

સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ  થઈ ગયું. મનના કોઈ ખૂણામાં નથી સુખ મળતું કે નથી શાંતિ મળતી સયમની તો વાત જ શું કરવી અને સલામતી સાથે તો મારે હવે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. તેમ છતા તારી શોધમાં આવ્યો હતો તારા શહેરમાં...


હવે હું જ, હું રહ્યો નથી. તારી તડપાવવાની કલા બહુ સારી હતી. તારામાં સૌ દૂર ગણો હોવા છતાં હું તને છોડવા તૈયાર નહોતો. અને તું મારો એક પણ વિચાર કર્યા વગર છોડીને ચાલી ગઈ.  અને તારી શોધમાં હું તારા શહેર સુધી પહોંચી ગયો. અહીં આવીને જોયું તો ખબર પડી કે તું એક એવી નહોતી. તારા જેવી તો અહીં હજારોની સંખ્યામાં ફરે છે, તારા શહેરમાં...

 — સંગીઅખિલ 'સંગ'



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...