sangeeakhil

ગુરુવાર, 2 ડિસેમ્બર, 2021

એકમ – 1 પ્રશ્ન - 1.04. પ્રત્યાયનના કાર્યો જણાવો.

 

એકમ – 1

પ્રશ્ન - 1.04. પ્રત્યાયનના કાર્યો જણાવો.

જવાબ.  પ્રસ્તાવના

            પ્રત્યાયન જુદી જુદી ભૂમિકાએ અનેક સ્વરૂપે થતું હોય છે, જેનાં કાર્યો પણ માત્ર હૅલો ! 'કેમ છો' જેવા ઉદ્ગારો દ્વારા અપરિચિતો સાથે ક્ષણિક સંપર્ક સાધવાથી માંડી માહિતી, શિક્ષણ, મનોરંજન આપવા સુધીનાં ગણાવી શકાય, તો અનૌપચારિક ધોરણે વ્યક્તિ – વ્યક્તિ વચ્ચેનાં સંબંધો ગાઢ બનાવવાનું કામ પણ પ્રત્યાયન કરે છે. વ્યક્તિ-જૂથ સમૂહનું ગઠન તંદુરસ્ત પ્રત્યાયન દ્વારા શક્ય બને છે. અનુભવોની વહેંચણી કરવાથી, તર્ક-વિચારોના આદાન-પ્રદાન કરવાથી, લાગણીઓ, ભાવનાઓ અને આવેગોના પ્રાગટ્યથી માનવીય પ્રત્યાયન સુદ્રઢ બને છે.

            પ્રત્યાયન વિના લગભગ અશક્ય ગણાતા માનવજીવનમાં અજાણી વ્યક્તિ સાથે મુસાફરી દરમ્યાન કે ખરીદી કરતી વેળા કે જાહેરમાં મુલાકાત થતાં બિન-અંગત ધોરણે વાતચીત કે ઉદ્ગારો પ્રગટ થતા હોય છે. અંગ્રેજીમાં જેને Phatic કે Casual કહે છે તેવા આ પ્રકારના પ્રત્યાયમાં કશી ઉપયોગી કે સાચી માહિતી આપવાનો ઉદ્દેશ હોતો નથી. માનવી સામાજીક પ્રાણી હોવાનું એક ઉદાહરણ માત્ર એને ગણી શકાય. આપસમાં વાતચીત છતાં માહિતી મેળવવા કે કોઈ સમજ સધાવાનો – ભાવ નિષ્પન્ન કરવાનો હેતુ અહીં રખાતો નથી. પ્રત્યાયનનું કાર્ય વિચારશક્તિ ઉત્તેજિત કરવાનું, પ્રશ્નો ઉદ્ભવવાનું, મનોરંજન કરવાનું કે કશાક ખાસ વર્તન – વલણમાં બદલાવ લાવવાનું હોઈ શકે છે. ટુંકમાં , પ્રત્યાયમના કાર્યોમાં વ્યક્તિ-સમૂહને માહિતી, શિક્ષણ આપવાનું, વર્તન-વલણ બદલાવા માટે સમજાવવાનું અને એ માટે પ્રોત્સાહિત કરવાનું વગેરે ગણાવી શકાય. પ્રત્યાયનનું પ્રસારણ દ્વારા જાગૃતિ ફેલાવવાનું, વર્તન અને વલણમાં બદલાવ લાવવાનું તથા લોકોને શિક્ષિત અને પ્રોત્સાહિત કરવાનું.

            જયારે પ્રત્યાયનનાં કાર્યો આદેશાત્મક કે સમજાવટભર્યાં હોય ત્યારે હેતુ માહિતી મેળવી કે આપીને શિક્ષિત કરવોનો કે Motivate કરવાનો હોય છે. અનુભવો, જ્ઞાન અને વિચારોની આપ-લે દ્વારા સહસમજણ કેળવવાનો પ્રયત્ન દ્વિપક્ષીય પ્રત્યાયનમાં થાય છે.

 

પ્રત્યાયનના કાર્યોના મુખ્ય સાત પ્રકાર પાડી શકાય છે.

1.    માહિતી

2.    સુચના

3.    સમજાવવું

4.    મનોરંજન

5.    ચર્ચા વિચારણા

6.    સંસ્કૃતિ બઢતી અને વિકાસ

7.    રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા

 

1.    માહિતી

માહિતી એ વ્યક્તિ દ્વારા ઘડય છે અને બીજા વ્યક્તિને આદાન-પ્રદાન કરે છે આ તમામ દ્વારા ઉભી થતી પ્રક્રિયાને માહિતી કહેવાય છે.

 

2.    સુચના

કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા જે કંઇ સમજણ આપવામાં આવે છે તેને સુચના આપી કહેવામાં આવે છે. પ્રત્યાયનનુ કાર્ય સુચના આપવાનું પણ છે. દાખલા તરીકે લૉકડાઉન શરૂ થયું ત્યારે જે સરકારે જણાવ્યું હતું તે બધું જ મીડિયાના મારફતે જ જણાવ્યું હતું અને લોકોને સુચના આપી હતી કે કામ વગર બહાર ના નીકળો. વારંવાર સાબુથી હાથ સાફ કરો. માસ્ક અવશ્ય પહેરો વગેરે વગેરે..... જે સુચના આપવામાં આવી હતી.

 

3.    સમજાવવું

જે માહિતી મોકલનાર પ્રાપ્ત કરનારને વિસ્તારથી કોઈ લેખ અથવા સામાન્ય રીતે આકૃતિ દોરીને આપે તેથી પ્રાપ્ત કરનારને આસાનીથી સમજાય છે. તેનું કાર્ય સમજણ આપવાનું પણ છે જેથી લોકોમાં સમજણ ફેલાય.

દા.ત. ડૉકટર દર્દીને દવા કેમ પીવી તે સમજાવે છે.

 

4.    મનોરંજન

પ્રત્યાયન મનોરંજન ખુબ જ જરૂરી છે જ્યારે માણસ હારેલો અને ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે તે મનોરંજન દ્વારા અસરકારક પ્રત્યાયન થઈ શકે છે.

 

5.    ચર્ચાવિચારણા

પ્રત્યાયના આ કાર્ય દ્વારા વિવિધ સમૂહ માધ્યમોમાં લોકો જાહેર હિતને સ્પર્શતા મુદ્દાઓ પ્રતિ બિંદુ રજુ કરે છે. વાચન પ્રજા સમૂહને સ્પર્શતી આવી બાબતો ઉપર ચર્ચા-વિચારણા દ્વારા તેવો કોઇ ચોક્કસ તારણ કે સંમતિ ઉપર આવે છે.

 

6.    સંસ્કૃતિ બઢતી અને વિકાસ

આપણે ત્યા સંસ્કૃતિની જાળવણી તેની બઢતી માટેની તક પૂરી પાડે છે. સંસ્કૃતિમાં આદાન-પ્રદાન અને તે દ્વારા એકબીજા દેશ, સમાજ કે વ્યાક્તિઓની સંસ્કૃતિને પણ માધ્યમો દ્વારા માણી શકાય છે. જોકે મહત્વનો પ્રશ્ન એ છે કે માધ્યમો દ્વારા કોની સંસ્કૃતિઓની કેવી રીતે આગળ ધરવામાં આવે છે સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા માહિતી મોકલનારની રાય શું છે.?

 

7.    એકતા અને અખંડિતતા

એકતા અને અખંડિતતા માટે પ્રત્યાયન એ બહુ મોટું સાધન છે જેના દ્વારા વિવિધ સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવે છે એકબીજાને જાણે છે એકબીજાને સમજે છે અને એકબીજાને સ્વીકારે છે આમ એકબીજા પ્રત્ય સહિષ્ણુતા વિક્સે છે, જો કે  પુરતી કાળજી અને સભાનતા ન રાખવામાં આવે તો તે ભારે નપકસાન પણ કરી શકે તેમ છે.


by A. M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...