ગાંધીનગર સેકટર - ૨૮ની નવગુજરાત લૉ કૉલેજ માં તારીખ ૧૮/૦૯/૨૦૨૧ ના રોજ (Moot Court) મ્યુટ કૉર્ટ કમ્પીટિશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેમેસ્ટર - ૩ & ૫ ના નવગુજરાત લૉ કૉલેજ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેમા બલદાણિયા આરતીબેન જજ બન્યા હતા. રેખા ઠાકુર અને નચીકેત સ્રોત્રીયા વાદી (અપિલ કમ્પ્લેટ) પક્ષ તરફથી હતાં અને દીપ મોદી અને અશ્વિ પ્રજાપતિ પ્રતિવાદી (અપિલ એક્યૂઝ) તરફથી હતા. જ્યારે સંદીપ રાઠોર પ્રતિવાદના સ્પોટ માં હતાં. અને હિતેન્દ્રસિંહ ઝાલા કોર્ટ માસ્ટર તરીકે ભાગ ભજવ્યો હતો. વાદી અને પ્રતિવાદી એ બરાબર ની દલિલ બાજી કરી હતી અને મ્યુટ કોર્ટ નું પુરુ વાતાવરણ વાસ્તવિક કોર્ટ જેવુ બનાવ્યું હતું. તેથી કેસ સાંભળતાં વિદ્યાર્થીઓ ને ખુબ મઝા પડી અને તેમને ઘણું જાણવા અને શીખવા મળ્યું. નવગુજરાત લૉ કૉલેજ ના પ્રિન્સીપાલ પ્રો. સ્વાગત સર પણ હાજર રહ્યા હતા. પ્રો. ભરતભાઈ રબારી અને પ્રો. કનક સર હાજર રહ્યા હતા.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો