sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

2. ભુંકપ


ભસાવથી ભાગતો, ભટકતો, ભુંજમાં ભુંકા બોલાવતો,
કચ્છમાં માંડુજનની હાલત બગાડતો,
ચોટીલા, સાયલા, લીંબડીના રસ્તે ચડતો
રાજકોટના રેસકોસમાં ફરતો, મોટી મોટી ઇમારત ધરાશય કરતો,
અમદાવાદમાં આટાં મારતો, ખોટે ખોટો ભટકતોને,
કાંકરીયાને ઉલેસ્તો,  દર્ગાહ, મસ્સિદને ડોલાવતો,
સુરતના શેઠીયાની હાલત બગાડતોને જઈ,
ડાકોરના મંદિરે – મંદિરે નમતો, ધજાને ધ્રુજાવતો,
ભાવનગરમાં જઈને  ભંભક બોલાવતો,
મહુવા, તળાજા, પાલીતાણાના ડુંગર ડોલાવતો,
ગીરના સાવજની સાથે ડણકુ બોલાવતો,
પહાડ પર ચડતો, પથ્થરને પાડતો, તોય જરા ના ડરતો,
ગામડે-ગામડું ધમરોલ્તો, પશું-પંખીને મારતો,
ખેડુંતના ખેતરે - ખેતરે આંટો મારતો,
અવની પર હાહાકાર બોલાવતો, સાગરને ચલકાવતો, ધરણી ધ્રુજાવતો,
આગળને આગળ વધતો, "ભુંકપ" ઠાકતો ત્યારે ધીરેથી હેઠો બેસ્તો.
 સંગીઅખિલ "અખો"


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...