પ્રેમ
એટલે.....
ખબર
છે કે હાર મારી છે, છતાં તેની સામે રમવું.
પ્રેમ
એટલે.....
મુસળધાર
વરસાદમાં નાહવાથી લઇને, ખરા તડકામાં નાહવા સુધીની સફર.
પ્રેમ
એટલે.....
તરતા
ન આવડતું હોય તોય, તેને બચાવવા માટે કુદવું.
પ્રેમ
એટલે.....
છુટાં
પડતી વખતે આંખ છલકાંય આવે.
પ્રેમ
એટલે......
દુર
હોવા છતાં નજીક હોવાનો એહસાસ,
નજીક
હોવા છતાં દુર હોવાનો એહસાસ.
પ્રેમ
એટલે.....
મુલાકાતનો
"મહિમા" વારી વારી યાદ કરી મલકાય પડવાનું
પ્રેમ
એટલે......
જુદા
હોવા છતાં એક હોવાનો એહસાસ.
પ્રેમ
એટલે.....
લોકોની
સામે નામ ન લેવામાં સરમાવું.
પ્રેમ
એટલે.......
પાણીનો
પ્યાલો એઠો હોવા છતાં પી લેવાનો.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો