sangeeakhil

રવિવાર, 24 ઑગસ્ટ, 2025

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું


એક જુનો પુરાનો પુલ બોલું છું,

હવે હું ટુંટવાની હાલતમાં છું.

કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે,

સીમેન્ટ, સળીયાથી હવે હું સંધાવ એમ નથી.

હવે હું ટુંટવાની હાલતમાં છું.


કટકી કરવામાં કામ આવેલો છું,

ઉપરથી નીચે સુધી, વહિવટમાં વપરાયો છું.

વાહનોને કહો થોડા ધીમા ચાલે,

નાના બાળકોને તો દુર જ રાખે.

હવે હું ટુંટવાની હાલતમાં છું.


ગામ આખું ખોબલે ખોબલે રોશે,

નગરજનોની અટકાશે નગરયાત્રા.

ત્રાજવાની માફક હવે હું તોલાવ છું,

વજન વધે તો, ધીમેથી સોલાવ છું.

હવે હું ટુંટવાની હાલતમાં છું.


કહી પ્રધાનને પ્યાદા રાખે તૈયાર,

મરેલાને કાઢવા, ડુબેલાને તારવા.

પાંચ પચ્ચીસ પૈસામાં આશું નહી લુસાય,

લાખો દેતાય નહી મળે લાડકવાયોનો જીવ.

હવે હું ટુંટવાની હાલતમાં છું.


દેખાય છે તિરાડોમાંથી નીચેનું જળ,

વિદાયની વેળા દુર નથી હવે મારી.

જાવાની હાલતમાં હું એકલો નથી,

રસ્તો થોડો કાપશો ત્યાં મળશે બે-ચાર.

હવે હું ટુંટવાની હાલતમાં છું.


કહી દ્યો ઉપરથી ચાલે નહી કોઈ,

નહીંતર નહી મળે માણસની ભાળ.

એક જુનો પુરાનો પુલ બોલું છું,

હવે હું ટુંટવાની હાલતમાં છું.

- સંગીઅખિલ ‘અખો’

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...