હું માંગુ અને તું આપે દિલ, એ મને
મંજુર નથી.
દયદે દિલ મફતમાં સોદાબાજી મને મંજુર
નથી.
કરુ છુ પ્રેમ, એ સાબિત કરવાની જરૂર
નથી.
થયો હોય તને પણ પ્રેમ, તો દિલને
દિલથી સ્વીકારી લે.
ખાલી ખોટો પ્રેમનો "મહિમા"
ગાવાની જરૂર નથી.
ચાલતો રહું છું, આ જીંદગીની સફરમાં
મુસાફર બનીને,
બાકી તારી પાંછળ-પાંછળ ફરવાની જરૂર
નથી.
આવવું હોય તો હાલ મળવા કે મુલાકાત
કરવાં,
બાકી વાટ જોતા રહેવાની જરૂર નથી.
"અખિલ" મનની વાત મનમાં
રાખીને,
દુર રહીને વેંદના વેઠવાની જરૂર નથી.
હોય જો દિલમાં એક જ વાત તો વાત
કરવાની જરૂર નથી.
સુખ-દુઃખના સરવાળા કરવા ચાલ આવવું
હોય સફરમાં સાથે,
બાકી મુરદા જેવા માણસને મનાવવાની
જરૂર નથી.
- સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો