અક્ષર પણ એજ હોય છે.
શબ્દ પણ સાંભળેલા જ હોય છે.
બસ વાક્ય બદલાયું હોય એવું લાગે છે.
હાવ-ભાવ પણ માણસના એજ હોય છે.
માંગણીઓ પણ માણસની એજ હોય છે.
બસ માણસ બદલાયો હોય એવુ લાગે છે.
દિવસ-રાતનો સમય એટલો જ હોય છે.
દિવસનું તેજ અને રાતનો અંધકાર એજ
લાગે છે.
બસ સમય બદલાયો હોય એવું લાગે છે.
અપતા વાયદાઓ એજ હોય છે.
કૌંભાડોના કારીગરો તો એજ હોય છે.
બસ સરકાર બદલી હોય એવુ લાગે છે.
રસ્તો ઘરથી કબર સુધી એજ હોય છે.
જીંદગીની સફરતો એટલી જ હોય છે.
બસ વાહનો બદલ્યા હોય એવું લાગે છે.
ઓઢાડેલું કફન તો એક જ હોય છે.
નનામી પણ એક જ હોય છે.
બસ"અખા"ને ઉપડવાવાળા
બદલાયા હોય એવુ લાગે છે.
- સંગીઅખિલ
"અખો"
good
જવાબ આપોકાઢી નાખો