શ્યામસુંદરને
રાધા યાદ આવતીતી, હાથ-હાથમાં લય હારે હાલતીતી.
પાલવથી
વાહર નાખતીતી, જુલ્ફોની છાવ કરી સુવ રાવતીતી.
આંખને
આંખથી સરમાવતી, હસીને હૈયાને હરખાવતીતી.
હૈયાને
હૈયાની વાત સમજાવતીતી, અધરને અધરથી ચુમતીતી.
શ્યામસુંદરને
રાધા યાદ આવતીતી... ... ....(2)
ઓઢણી
ઓઢી ચાલ મજાની ચાલતીતી, ભાલે ચાંદલો છોડી ચહેરો સજાવતીતી.
કાળા
કાજલ આજી આંખને સજાવતીતી, રઢિયાળી રાતે રાસ રમાડતીતી.
માથે
હેલ ધરી ચાલ ચટકતી ચાલતીતી, પગે ઝાંઝર પેરી ઝણકારતીતી.
સોળે
શણગાર સજાવતીતી, નજરોથી નેણલા નચાવતીતી.
સૌભાગ્યનું
સીંધુર માથે સજાવતીતી, "સંગી"બનીને સીતારામનો "મહિમા"
સમજાવતીતી.
શ્યામસુંદરને
રાધા યાદ આવતીતી... ... ... (2)
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો