જેને ભજ્યાં નથી ભગવાનને, એનો એળે ગયો અવતાર
રે...
સુખ સાહબી છોડયાં છુટ્યા નહિને,
પાપ કરવામાં જરાના અશકાયો રે... એનો એળે ગયો
અવતાર રે...
મોહ-માયાને મણી-રત્નને છોડવાના ગમેને,
દોલત દુનિયાની ભેગી કરવા ચોર લુટારો થયો રે...
એનો એળે ગયો અવતાર રે...
શોખથી શરાબના પ્યાલા પીધાને,
પોતાનું ભાન ભુલીને પર સ્ત્રીને પેખવા ગયો રે...
એનો એળે ગયો અવતાર રે...
જેને ભજ્યાં નથી
ભગવાનને, એનો એળે ગયો અવતાર રે...
સુખમાં વિષમય બનીને , ખેલ્યા છે ખેલ ખોટાને,
ધર્મને વિસરી ગયો રે... એનો એળે ગયો અવતાર રે...
... ...
પરમાટીને પાખી ખાયને પાપી બન્યોને,
જીવતા જીવ પર દયા ન દાખવી જરા રે... એનો એળે ગયો
અવતાર રે...
"અખિલ"બ્રહ્માંડનાં નાથની હારે,
નેડો લાગ્યો છે જેનો રે... તે તરી ગયો ભવસાગર
રે...
જેને ભજ્યાં નથી ભગવાનને, એનો એળે ગયો અવતાર
રે...
- સંગીઅખિલ "અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો