હરખાતીતી,
હરખાતીતી, હસાવતીતી, હરખેથી હિચોળતીતી,
હાલરડા
ગાયને સુવરાવતીતી, ઢીંગલા-પોતીયા દયને રમાડતીતી,
આજ
માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....
પાલવ
ઢાકીને ધવરાવતીતી, આંખે આજણ આજી સજાવતીતી,
"સંગી"
બનીને કાન કય બોલાવતીતી, કોમળ ગાલને વારી-વારી ચુમતીતી,
આજ
માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....
કાળી-ઘેલી
ભાંષા બોલી બોલાવતીતી, મુખ મહિ કોળીયા કાઢી ખવરાવતીતી,
નિસ્વાર્થ
ભાવથી ઉચેરતીતી, "મહિમા" માતાનો સમજાવતીતી,
આજ
માં તું યાદ આવતીતી.... આજ માં તું યાદ આવતીતી....
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો