માતા મને માફ કરજે, જાય છે કપાવા
તું, રોકી શકતો નથી હું.
પેલા ડિગ્રીવાળા દલાલો આડા ઊભા રય
રોકી રાખે છે મને.
રોકવા કરે જો જોર સાચા સાવજો, તો
તરત પકડી પૂરતા પીંજરે,
પછી પેલા બનાવટી લોકો ખુદને સમજતાં
સાવજ.
હતી તું જેના આંગણાની લાડકડીને,
નાનકડી ગવલડી,
તે વેચી હાલ્યાં દેશ-વિદેશમાં
રૂપિયા રળવા જાજા.
અમુલ્ય હતી તું, પેલા દુષ્ટ લોકોએ
કિંમત તારી કરી નખી.
દુબળી દેહ વેચાણી તારી, પછી કતખાને
કપાણી કાયા તારી.
બજારે મડદા લટકતા તારા, પછી કસાઇની
હાટે હટાણાં થાતાં
સમારી, ચુલે ચડાવી, પછી છેકેલા દેહ
થાળીમાં ઠલવાતાં.
આવતી આંવકમાં આંધળા બનેલા લોકો
ધર્મને ધિકારતાં થયા છે.
"મહિમા" ગામાતાનો ભુલી
ગયેલા લોકોને "અખો" ધિકારતો થયો છે.
- સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો