sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

22. દાખલો


જીંદગી જીવતાં-જીવતાં ગણવો પડશે એક જીવનનો દાખલો.
દુનિયામાં આવ્યો ત્યાં આવિયો જનમનો દાખલો.
જાતી, પાતીનો તોલ થયો ત્યાં આવ્યો જાતીનો દાખલો.
બાપાની કમાણીને માપવા કાઢવો પડ્યો આવકનો દાખલો.
નિશાળે દાખલ થયો ત્યાં આવિયો દાખલ તારીખનો દાખલો.
ભણતાંભણતાં કાઢવો પડ્યો ચાલું અભ્યાસનો દાખલો.
વિષય ગણિત હાથ લિધો, ત્યાં ગણવો પડ્યો ગણિતનો દાખલો.
દુબળી દશાને દેખાડવા કાઢવો પડ્યો પછાતનો દાખલો.
રસાયણના તત્વની ગણતરી કરવા ગણવો પડ્યો રસાયણનો દાખલો.
ભૌતિકને ભણ્યો ત્યાં વાહનની ગતિને માપવા ગણવો પડ્યો ગતિનો દાખલો.
મરી ગયા પછી પણ દેતો જઇશ છેલ્લો મરણનો દાખલો.
જીંદગી જીવતાંજીવતાં ગણવો પડ્યો એક જીવનનો દાખલો.
હોય જો "મહિમા" અખિલ"વિશ્વના નાથનો તો ગણિ કાઢિશું જીંદગીનો દાખલો.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...