વરસાદ
વરસ્યો અતિ થય, અતિવૃષ્ટીથી અણધાર્યો ત્યારે,
ખેતર
ખાંડા-ખાબોછીયા ભરતો, સરોવરને છલકાવતો,
તળાવને
તોડતો, નદિઓને ઉભરાવતો, ધારીને છલકાવતો,
બંધ,
બારણાને તોડતો, ફોડતો, ધરાને જળ બંબાકાર કરતો,
પીઠળીયા,
પીપળી, ખારી,કેરાળા, રાણશીકી, સનાળીને સમેટતો,
ઉના,
અમરેલીને ડુબાડતો, સુલતાનપુર, બાબાપુરને પુરનાં ટાડવમાં તાણતો,
ગામે-ગામના
ભુકા બોલવતો, ઝાડવે-ઝાડવાને ઝડમુળથી ઉખેડતો,
મહેલ,
મકાનને મસળતો, ધરાશય કરી ધમરોળતો, ટ્રેનને તોડતો,
રસ્તાઓ
રોકતો, વાડી, વગડા પર સમુદર છલકાવતો,
ઢોર
– ઢાંખરને ભરખતો, માણસને મારતો, પાણીનાં
વેગમાં તાણતો,
આગળને
આગળ હડસેલતો, હાહાકાર બોલાવતો,
"અખિલ"વિશ્વને
મેઘનો "મહિમા" નહિ, રોદ્રરૂપ દેખાડતો,
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો