sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

27. ગામની ગાવલડી


ખરાબા ખેડાવા લાગ્યા, ચરવા ક્યાં જશે ગામની ગાવલડી ?
ગામડા શહેર થવા લાગ્યા અને ગોદરા ગામના ભુસાવા લાગ્યા,
કુણુ – કુણુ ઘાસ ચરવા ક્યાં જાશે ગામની ગાવલડી ?
વગડા થયાં વેરણ, ખડ ખાંવા ક્યાં જશે ગામની ગાવલડી ?
પછી કઇ સીમમાં ગોતી મળે બિચારી ગામની ગાવલડી ?
નદીના નીર સુકાયા, પાણી પીવા ક્યાં જશે ગામની ગાવલડી ?
તરસી તોફાને ચડે, લોક કહે રેઢિયાર છે ગામની ગાવલડી,
પાંપીયો માર એવો મારે પછી ભાગીને ક્યાં જશે ગામની ગાવલડી ?
મકાનો થયા ચુંનાબંધ, ખીલા ખોડવા ક્યાં હવે ?
રહે છે બીજે – ત્રીજે માળે, ગાવલડી બાંધવી ક્યાં હવે ?
નીણ – પુળો અને વાંછીદા કરે કેવી રીતે ગામની ગાવલડીનાં ?
આહિરોના આગણાની શોભા અને ભરવાડોની ભુજા છે ગામની ગાવલડી.
રબારીનાં હાકલા હેવાય છે ગોરી ગામની ગાવલડી.
ભુલાયુ આ બધુને શોધતી રહી આસરો ગામની ગાવલડી
ખાવાં મળે નય કાય, કસાય ભાળે તો પક્ડી લઇ પુરતાં પીંજરે,
ગાવલડી રાખવાવાળા જ નોધણાં કસાયના હાથમાં સોપતાં.
એમા ફરીયાદ કોને કરે એ બિચારી ગામની ગાવલડી ?
"અખિલ" આપણે "મહિમા" ગાવાવાળાં ગામની ગાવલડીનો,
લુંટારા હજમ કરી ગયેલા છે, એમા ગોતવા ક્યાં જાશું ગામની ગાવલડી ?
ખરાબા ખેડાવા લાગ્યા, ચરવા ક્યાં જશે ગામની ગાવલડી ?
-       સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...