અબોલ જીવ છું બચાવજે માનવી.
સાવ નિર્દોષ છું ન્યાય આપજે માનવી.
ચણ વગરના રખડે છે છોરું અમારા.
અમને ખાંવા જાતાં પહેલા વિચારજે
માનવી.
અબોલ જીવ છું બચાવજે માનવી.
મારો પરીવાર છે એવો જ તારો પરીવાર
છે માનવી.
પોતાના ઘરમાં નજર એક નાખજે માનવી.
હું જીવશ તો જીવીશ તું યાદ રાખજે માનવી.
પરીવારનું સભ્ય બનાવીને રાખજે
માનવી.
અબોલ જીવ છું બચાવજે માનવી.
ક્યાં ભવના પાપ નડે છે અમને માનવી.
કાયા કપાયને રક્ત વહે છે રાતુ
માનવી.
દયા વગરના અને રદય વગરના સ્વાર્થી
માનવી.
આવું બેમોત શીદને આપે છે અમને
માનવી.
અબોલ જીવ છું બચાવજે માનવી.
મારા મોતનો "મહિમા"ના સાંભળીયો તે
માનવી.
જાવ છું દુનિયા છોડી તારા કારણે
માનવી.
તું પણ મરીશ મારી જેમ બેમોત માનવી.
યાદ રાખજે આ અબોલ જીવનો પોકાર
માનવી.
"અખિલ"વિશ્વનો નાથ છોડશે નહિ તને
માનવી.
અબોલ
જીવ છું બચાવજે માનવી.
- સંગીઅખિલ"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો