sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

35. રૂપ


રૂપનું અમૃત તું, રૂપનું ઝરણું તું, રૂપનું ઉપવન તું,
રૂપનો સાગર તું, રૂપનો ભંડાર તું, રૂપરૂપનો અંબાર તું,
રૂપની હેલી તું, રૂપની રાણી તું, રૂપ નિરાલી તું,
રૂપ બરેલી, શ્વેતસુવાળી, લાલ હિગોળી તું,
અતિરૂપવાન, ગુણવાન, સૌદર્યવાન તું,
અલબેલી તું, સાજસજેલી, રૂપમઢેલી તું,
જોબનવંતી, ગુણવંતી, રૂપવંતી તું,
ન્યારી તું, પ્યારી તું, રૂપસુંદરી તું,
ચાંદની તું, તું મનમોહિની, રૂપની રંભા તું,
રમણિય, રળિયામણી, માણિગર નાર તું,
રૂપનો બાગ તું, રૂપનું ઐશ્વર્ય તું, રૂપવાન તું,
ગુલાબ તું, ગુલદસ્તો તું, ગોરી ગોરી તું,
તિલોતમા તું, પુર્વચિતિ તું, ભુંવનસુંદરી તું,
ઉર્વશી તું, મેનકા તું, "અખિલ"વિશ્વસુંદરી તું
તારા રૂપની "મહિમા"અપ્રમપાર છે...... (3)
-       સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...