sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

34. તુલસીદાસ


વિયોગ થયો વાણીના કારણે તુલસીને રત્નાનો,
રત્ના અતિસુંદર નારી, વિયોગ સહ્યો સહાયો નહિ તુલસીનો.
બની બેઠો રત્નાના ઘરનો અડઘી રાત્રે અતિથી,
જોયું નહિ, જાણું નહિ, નિર વરહતાને, નદી જાતી બેઉ કાંઠે.
પાગલ બનેલો તુલસી દોરડું સમજી પકડી બેઠો ભુંજગને,
રત્ના જબકી જાગી ગઇ, અર્ધરાત્ર કોણ આવ્યું દ્રારે ?
જાગીને જોયું તો ભિના કપડે નજર આવીયા નાથજી
એવુ તો શું કામ પડ્યું ? કે આવવું પડ્યું વરસતા વરસાદે,
તારા જેવી રૂપવાન અર્ધાગ્નીને વિયોગ કપાય કેમ એકલા ?
મને પ્રેમ કરો છો એટલો કરો પ્રભુને, મળશે રામ એવી પ્રીતિથી,
મેણું રત્નાનું કરે તુલસીને માંથાનો ઘા,
મુખ મલિન કરી વાટ પકડે તુલસી અયોધ્યાનગરીની,
મોહથી છુટી લખે ગ્રથ તુલસી "રામચરિત માનસ"
"મહિમા" બોહુ મોટો છે તુલલીદાસનોને, ભક્ત છે એ રામનો,
જેનો મન લાગે "અખિલ"વિશ્વના નાથમાં,
એનું જીવન ચિત્ર દોરે તુલસી "રામચરિત માનસ"માં
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...