sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

47. કારણ પ્રેમનું


ફુલને પણ એમ જ તુટવું પડે છે,
રેશમી ઝુલ્ફોમાં જઇ વસ્વું પડે છે,
કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.
વાસળીને પણ શરીરે છેદાવું પડે છે,
હોઠો પર જઇ વસ્વું પડે છે,
કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.
રાધાને પણ કાના વગર તડપવું પડે છે,
અવન યાદવથી ઘર ચલાવવું પડે છે,
શુદ્ધ પ્રેમ માટે રાધેશ્યામથી જોડાવું પડે છે,
કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.
સીતાને પણ સુખ છોડવું પડે છે,
વલ્કલ ધારણ કરીને વન-વન ભટકવું પડે છે,
માટે જ સિતારામથી જોડાવું પડે છે,
કારણ પુછો તો પ્રેમનું જ પડે છે.
મુમતાજને પણ તાજમાં ચણાવું પડે છે,
માટે જ "મહિમા" લખાય છે તાજનો,
કારણ પુછો તો પ્રેમનું જ મળે છે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...