sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

46. આંખ


આંખથી આંશુ આવી જાય તો,
માનજો દુઃખને વહાવી કાઢીયું છે.
આંખ જો નિચી નમી નજર ફેરવી લે તો,
માનજો દુઃખને રહૃયમાં ઉતારી કાઢીયું છે.
છલકેલી આંખમાં હોઠ હસી પડે તો,
માનજો કોઇ પુણ્યનું ફળ મળી રહ્યું છે.
આંખ મળેને કોઇ સમણામાં આવે તો,
માનજો ચાસા પ્રેમની હુફ મળી રહી છે.
આંખને જેને જોવાની તડપ છે તે સામે આવે તો,
માનજો ખુદ ખુદા પાસે પ્રાર્થના પોગી ગઇ છે.
આંખની પાંપણ ભીંજાય આવે તો,
માનજો "મહિમા" મોટાઇનો નહિ પ્રેમનો જ હોય છે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...