કરીયાવર
નહિ આપો તો ચાલ છે પણ પુસ્તક જરૂર આપજો.
દહેજ
દાયજો નહિ આપો તો ચાલ છે પણ ઇજ્જત જરૂર આપજો.
ઘર
નાનું હશે તો ચાલ છે પણ દિલ દરિયાઇ જરૂર આપજો.
વાહનો
નહિ આપો તો ચાલ છે પણ વિવેક જરૂર આપજો.
સમૃદ્ધિ
નહિ આપો તો ચાલ છે પણ સંસ્કાર જરૂર આપજો.
સંપતિ
વધારે નહિ હોય તો ચાલ છે પણ સુખ જરૂર આપજો.
હિરામાણેક,
મોતિ, ઝવેરાત ના આપો તો ચાલ છે પણ માણસાઇ જરૂર આપજો.
એશોઆરામની
વસ્તું નહિ આપો તો ચાલ છે પણ આરામ જરૂર આપજો.
ભુલ
થાય તો ચાલ છે પણ એના માટેની શિખામણ જરૂર આપજો.
વધારે
શિક્ષણ નહિ આપો તો ચાલ છે પણ વિનય જરૂર આપજો.
હોશિયાર
નહિ થાય તો ચાલ છે પણ વિદ્યા જરૂર આપજો.
લાજ
નહિ કાઢે તો ચાલ છે પણ મર્યાદા જરૂર રખાવજો.
કશું
નહિ આપો તો ચાલ છે પણ બે ઘરનો
"મહિમા"
રહે તેટલું જરૂર આપજો.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો