મળવું
હોય તો આવ જે ઓનલાઇન,
બાકી
આમને સામને મળવાનો વખત નથી.
પુછી
લેજે મેંસેજ કરીને મને,
બાકી
રુબરુ મળવાનો વખત નથી.
શોધી
લેજે ગુગલમાં નામ નાખીને,
બાકી
શેરીએ શેરીએ શોધવાનો વખત નથી.
કોમ્પ્યુટરમાં
કન્યાને જોઇ લિધી,
ઘરે
જઇ જોવા જાવાનો વખત નથી.
મહોબ્બતમાં
ટેક્નોલોજી ભળી છે કે,
ટેક્નોલોજીમાં
મહોબ્બત મળી છે ખબર નથી.
કેટલાયના
ઘર ભગાયા છે આ યંત્રના આગમનથી,
ઘણાના
ઘર બધાયા છે આ યંત્રના આગમનથી.
નવા
યુગનો "મહિમા" ગવાય છે મોજમાં,
સંસ્કાર
આવે એવી સસ્કતિને સમજવાનો વખત નથી.
- સંગીઅખિલ "અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો