મારામાં
જેવી લાગણી છે,
એવી
એનામાય હોવી જોઇએ.
મીઠું
દર્દ જેવું મને મળ્યું છે,
એવું
એનેય મળવું જોઇએ.
ફરી
ફરી જોવાની આદત મારી છે,
એનીય
જોવાની ટેવ હોવી જોઇએ.
મારી
આંખમાં સ્વપ્ના જોવા મળે છે,
એવા
એનેય આવવા જોઇએ.
મારી
આંખમાં જેવા આંશુ છે,
એવા
એનામાય છલકાવા જોઇએ.
જેવા
વિચારો મારા છે,
એવા
વિચાર એનામાય હોવા જોઇએ.
જેવો
મારો "મહિમા" જોવા મળે છે,
એવો
એનોય હોવો જોઇએ.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો