sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

66. માણસ


જીવ જાતા જોયો છે ક્યાં કોઇએ ?
મે તો  માણસને તડપતા જોયો છે.
મરી ગયા પછી તેની પાછળ,
માણસને રાતા આશુંડે રોતાં જોયો છે.
મસાણે માણસને આગમાં બળતાં જોયો છે.
આવ્યો તેમ ખાલી હાથે પાછો જાતો જોયો છે.
વાત-વાતમાં માણસને માણસથી લડતા જોયો છે.
નાની એવી વાતમાં મોટા જગડા કરતાં જોયો છે.
વિશ્રામની વેળાએ માણસને શ્રમ કરતાં જોયો છે.
ઉંચ-નીંચનો વ્યર્થ "મહિમા" સંભળાવતા જોયો છે.
નોટોની સયા પર માણસને પૌંઢતા જોયો છે.
આખરે એને પણ કબરમાં પૌંઢતા જોયો છે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...