ચાલતા
ચાલતા પગ અટકી જાય,
તો
માનજે તારી મંઝિલ હું છું.
યાદ
આવતા આંખ વરસી આવે,
તો
માનજે તારી પ્યાસ હું છું.
હાથમાં
નામ મારું લખાય જાય,
તો
માનજે તારા નામ પાછળના નામમાં હું છું.
કોઇ
ના હોય તોય અનુભવ થાય,
તો
માનજે એકાંતનો સાથી હું છું.
સફરમાં
ઇન્તાર કાયમ રહે,
તો
માનજે તારો હમસફર હું છું.
રહૃય
ભરાય આવે તો માનજે,
તારા
રહૃયનો રાજવી હું છું.
ગઝલમાં
"મહિમા" જેનો લખાય,
એને
મળવાનું મન થાય તો તે હું છું.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો