sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

8. લક્ષ્મણની વેદના


લક્ષ્મણ કહે છે મારે વિરહની વાતૂં કોને કહેવી ?
મારો રુદિયો રુવે છે રોજ રાતે રે ... ...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
ભાઇ – ભોજાય મારા માત-પીતા સમાનને .... (2)
દુઃખની વાતુના કરાય રે....
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
નૈને નિંદ્ધ્ર ના આવેને .... (2)
એ તો ઉર્મિલાને વિચારે રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
સંગા-વાહલા દુર છેને... (2)
સખા-સંબંધી કોઇ નહિ મારી પાસે રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
જંગલ-જંગલ ભટકતો ફરુ છુને... (2)
વિરહની વેદના વેઠતો રહું છું રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
સરિતાના જળને ના સમજાવાયને... (2)
પશુ-પંક્ષીના સાંભળે વાત મારી રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
વનની તે વનરાયને રડાવે છે...(2)
લક્ષ્મણ વાતુ કરીને વેદનાની રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
"અખિલ" વિશ્વના નાથની સાથે .... (2)
વાતુ કરુ શું વારી રે... વારી રે...
લક્ષ્મણ કહે છે... મારો રુદિયો...
- સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...