બરફની
જેમ પીઘળું છું.
પાણીની
જેમ વર્તું છું.
વરાળની
જેમ વિસરું છું.
વરસાદની
જેમ વર્ષું છું.
ઝરણાંની
જેમ નિસરું છું.
સંમદરની
જેમ છલકું છું.
ઝાંકળની
જેમ ટપકું છું.
"મહિમા"થી
મરક-મરક મલ્કું છું.
પરીશ્રમના
પરશ્વેદ બિંદુમાં "ચમકું" છું.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો