sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

88. ઇતિહાસ તો એના રહે.


ઇતિહાસ તો એના રહે જેને માંથા લિધા અને દિધા હોય.
ઇતિહાસ તો એના રહે જેને રણમાં રક્તથી સ્નાન કર્યા હોય.
ઇતિહાસ તો એના રહે જેને મરદ કસુબલ રંગ પીધાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ધર્મને તલવારની ધાર પર રાખ્યો હોય.
ઇતિહાસ તો એના રહે જેને સામી સાતિએ ગોળિયો ખાધી હોય.
ઇતિહાસ તો એના રહે જે મોતના માંડવે માહલ્તાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ક્ષત્રિયતાને સાબિત કરી હોય.
ઇતિહાસ તો એના રહે જે વતનમાં પાળિયા થઇ પુજાયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને ગાયોના રક્ષણ માટે યુદ્ધ કર્યાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને પારકી બેન-બેટ્ટીની આબરુ બચાવી હોય.
ઇતિહાસ તો એના રહે જે પોતાના ગામગ્રહરા માટે લંડ્યા હોય.
ઇતિહાસ તો એના રહે જે આસરા ધરમને પાળતા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સિંહની સામે બાથુ ભિડી હોય.
ઇતિહાસ તો એના રહે જે અજલી છાટી પાળિયાને પુછતા હોય.
ઇતિહાસ તો એના રહે જે દાન દક્ષિણા આપીને દાતાર થયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સેવા કરવી સ્વીકારી હોય.
ઇતિહાસ તો એના રહે જેને ભજન ભગવાનનું કર્યુ હોય.
ઇતિહાસ નો "મહિમા" તો એનો જ લખાય જે અનોખા થયા હોય.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...