આગમન
આપનું થયુને હૈયુ હરખાય ગયું.
સ્વાગત
આપનું થયું ને મુખ મલ્કાય ગયું.
ઝાંઝર
આપનું ઝણક્યુંને સંગીત રેલાય ગયું.
દર્શન
આપનું થયુંને દુઃખ બંધુ વિસરાય ગયું.
મુંખ
આપનું મલકાયુંને વસંત રેલાય ગઇ.
શ્વાસ
આપનો છુટયોને ખુશ્બુ વેરાય ગઇ.
આંખ
આપની રડીને મહેફિલ નશાથી છલકાય ગઇ.
નજરથી
નજર આપની મળીને વાત સમજાય ગઇ.
"મહિમા"
આપનો ગવાયોને હર્ષબિંદુ આંખથી ખરી ગયું.
વિદાય
આપને લિધીને યાદ બની સમણું છલકાય ગયું.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો