ખભા
પર માથું મુકી રડી શકુ એટલો આધાર શોધુ છું.
આંખના
આંશુ લુછી શકે એવો હાથ શોધુ છું.
પડછાયો
બની ચાલી શકે તેવો હમસફર શોધુ છું.
ન
વર્ણવેલા શબ્દો ઉકેલી શકે તેવો સાથી શોધુ છું.
દુઃખમાં
થોડુ હસાવી શકે એવો માણસ શોધુ છું.
વગર
દવાયે રોગ મટાડી શકે એવો વૈદ્ય શોધુ છું.
હૈયે
વાગેલા ઘાવને રુઝાડી શકે એવો મલમ શોધુ છું.
જીવન
નયા પાર કરાવી શકે એવો નાવીક શોધુ છું.
વગર
શરાબે નશો ચડાવી શકે એવો એક જામ શોધુ છું.
"મહિમા"
વધારી શકે "સંગ" તારો એવો એક અવસર શોધુ છું.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો