sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

97. દરિયો છું


હું તો દરિયો છું,
આગળ વધવાની શક્તિ મારામાં નથી,
અને જો વધીશ તો શાંત કરવાની શક્તિ તારામાં નથી.
હું મળવા આવુ કે ન આવુ,
એક દિવસ તારે જરૂર મળવા આવવું પડશે,
ભલે પછી હું ગાંડોતુરુ હોવું.
તુ દોડતી આવીશ,
અને સમાય જઇશ પુરે-પુરી મારામાં,
બની જઇશ મારા જેવી જ તું.
મુલાકાત કરવી,
એ તારીને મારી હદમાં નથી,
તને મારાથી જુદી કરવી એવી કોઇની ભક્તિ નથી.
"મહિમા" મારો ગાતી રહી તું,
સાયર બનીને તારી યાદમાં પૌઢતો રહ્યો છું હું,
લોકો તો તોય કહે છે, દરિયાને નદિની પ્યાસ છે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...