sangeeakhil

રવિવાર, 31 ઑક્ટોબર, 2021

આજના દિવસે એક સુર્યનો ઉદય થયો'તો અને એક સુર્ય આથમી ગયો'તો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને આયન લેડી ઈંદિરા ગાંધી નો અંત.

આજના દિવસે એક સુર્યનો ઉદય થયો'તો અને એક સુર્ય આથમી ગયો'તો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને આયન લેડી ઈંદિરા ગાંધી નો અંત.

૩૧ ઓક્ટોબર



૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યોદય જોયો હતો, જે સુર્યોદયથીમાં આઝાદ થયું અને એક થયું.


૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યાસ્ત જોયો હતો, જે સુર્યાસ્થી ભારત અંધારામાં ધકેલાઈ ગયું.


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતને માટે મરી મિટવા અને દેશને માટે કઈક કરી છુટવાની જેમનામાં હિંમત હતી. જેમનામાં ખાનદાની હતી, ખુમારી હતી. આભા નીચે નમે તો આભને પોતાની ભુજાઓથી ટેકો આપે તેવી તેમની પાસે તાકાત હતી.


ભારતની આયન લેડી નામે ઓળખાતી ઓરત એટલે ઈંદિરા પ્રીયદર્સીની ગાંધી. જેને ૧૯૭૧ના યુદ્ધથી પૂર્વ પાકિસ્તાનને આઝાદી અપાવી હતી. બંગબંધુના નામથી જાણીતા એવા શૈખ મુજીબુર રહેમાનને "બાંગ્લાદેશ" એવું નામ આપ્યું.


બાંગ્લાદેશ થી જે લોકો ભાગીને ભારત આવ્યા તેમને આયન લેડી ઈંદિરા ગાંધીએ આશ્રય આપ્યો. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે આયન લેડીનો આયનની ગોળી મારીને અંત કરવામાં આવ્યો જે ભારત સદાયને માટે યાદ તેને યાદ રાખશે.

Reporting :- A. M. KAMEJALEEYA

મંગળવાર, 26 ઑક્ટોબર, 2021

ફેમિલી ડૉકટર નહી પણ હવે ફેમિલી ખેડૂત શોધો – આચાર્ય દેવવ્રત

 

ફેમિલી ડૉકટર નહી પણ હવે ફેમિલી ખેડૂત શોધો આચાર્ય દેવવ્રત

અમદાવાદ 26/10

જૈવિક ખેતી અને ગાય આધારીત ખેતીની માહિતી આપતા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, વધારે પડતા રસાણિક ખાતરોનો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા માણસના સ્વાસ્થય ઉપર તેની સીધી અસર થઈ છે. જેના કારણે નાની ઉંમરે હ્રદય રોગથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

 


        ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહ હોલમાં યુનિવરસલ હિલિંગ ડે ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યું હતું કે પ્રકૃતિ આપને આપે છે અને આપણે પ્રકૃતિને પાછું આપવું જોઈએ. જેમા ગાય આધારીત ખેતી કરીએ. રસાયણિક ખાતર અને દવાનો ઓછો ઉપયોગ ખેડૂત કરે તે દિશામાં ખેડૂતને પ્રેરિત કરીએ.

 


        પર્યાવરણ વિશે વાત કરતા કહ્યું કે આબોહવા બદલઈ રહી છે તેના કારણે બદલાવ આવ્યો છે. જે મહિનામાં વરસાદ ન્હોતો પડ્વો જોઈતો હતો તે મહિનામાં વરસાદ ખુબ પડે છે. જ્યાં વરસાદ ઓછો પડતો ત્યા હવે વધારે પડે છે અને જ્યાં વધારે વરસાદ પડતો ત્યાં ઓછો પડે છે.

 

Reporting :- A. M. KAMEJALEEYA

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...