ફેમિલી ડૉકટર નહી
પણ હવે ફેમિલી ખેડૂત શોધો – આચાર્ય દેવવ્રત
અમદાવાદ 26/10
જૈવિક ખેતી અને ગાય આધારીત ખેતીની માહિતી આપતા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, વધારે પડતા રસાણિક ખાતરોનો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા માણસના સ્વાસ્થય ઉપર તેની સીધી અસર થઈ છે. જેના કારણે નાની ઉંમરે હ્રદય રોગથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહ
હોલમાં યુનિવરસલ હિલિંગ ડે ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યું હતું કે
પ્રકૃતિ આપને આપે છે અને આપણે પ્રકૃતિને પાછું આપવું જોઈએ. જેમા ગાય આધારીત ખેતી
કરીએ. રસાયણિક ખાતર અને દવાનો ઓછો ઉપયોગ ખેડૂત કરે તે દિશામાં ખેડૂતને પ્રેરિત
કરીએ.
પર્યાવરણ વિશે વાત કરતા કહ્યું
કે આબોહવા બદલઈ રહી છે તેના કારણે બદલાવ આવ્યો છે. જે મહિનામાં વરસાદ ન્હોતો પડ્વો
જોઈતો હતો તે મહિનામાં વરસાદ ખુબ પડે છે. જ્યાં વરસાદ ઓછો પડતો ત્યા હવે વધારે પડે
છે અને જ્યાં વધારે વરસાદ પડતો ત્યાં ઓછો પડે છે.
Reporting :- A. M. KAMEJALEEYA
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો