sangeeakhil
શુક્રવાર, 24 જૂન, 2022
ગુરુવાર, 23 જૂન, 2022
PM એક બોટલ લઈને કચરા પેટીમાં નાખે છે તો તે વાયરલ થઈ જાય છે.
PM એક બોટલ લઈને કચરા પેટીમાં નાખે છે તો તે વાયરલ થઈ જાય છે. પણ સફાઈ કામદાર આખો દિવસ એ કામ કરે છે તે છતાં વાયરલ થતાં નથી. દેશની આ મોટી કરૂણતા છે.
શુક્રવાર, 3 જૂન, 2022
સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત
સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત
સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લેવા માટે પહેલાથી જ મંજુરી લઈ લેવી પડે છે. જેટલા લોકોની પરમીશન મળી હોય તેટલા જ લોકોને અંદર એન્ટ્રી મળે છે નામ સાથેનું આઇકાર્ડ સાથે રાખવાનું હોય છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3643 કેદીઓ તારીખ 02/06/2022 ના રોજ હતાં. જેમાં 27 બાળકોનો સમાવેશ થાય છે. 1265ની આજુબાજુ મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. 2350 જેટલા પુરુષ કેદીઓનો સમાવેશ થાય છે.
કેદીઓને સવારે નાસ્તો મળતો હોય છે. જેમાં ચણા, મગ, વટાણા જેવા કઠોળ આપવામાં આવે છે. બપોરનાં જમવામાં શાક, રોટલી, દાળ-ભાત, ગોળ જેવી આઈટમો હોય છે. જો કોઈ કેદીને એકસ્ટ્રા કોઈ ખાવા પીવાની આઈટમ જોઈતી હોય તો તે જેલની કરંસીથી તે ખરીદી શકે છે. અઠવાડિયાના સાતે સાત દિવસ અલગ અલગ મેનુ હોય છે. એક કેદી વધુમાં વધુ 4000 સુધીની પોતાની પાસે જેલની કરંસી રાખી શકે છે.
કેદીઓને અલગ અલગ કામ સોંપેલું હોય છે. તે કામ કરવાના તેને રૂપિયા મળતા હોય છે. એક દિવસ કામ કરવાના 70 રૂપિયા મળે છે. તે રૂપિયાનું ખાવા પીવાની આઈટમ ખરીદી શકે છે. જો વધે તો મની ઓર્ડર દ્વારા પોતાના કુટુંબ પરીવારને ઘર પર મોકલી શકે છે.
તમે જેલના ભજીયા એવું નામ તો સાંભળ્યું જ હશે. તે ભજીયા જેલની અંદર બને છે. બહાર આમ જનતા તેને ખરીદીને ખાઈને આનંદ મેળવે છે. "જેલના ભજીયા" અમદાવાદના પ્રખ્યાત છે. બીજી પણ ઘણી આઈટમો જેલની અંદર બને છે. અમે લોકોએ ત્યાં તાજી ફુલવડી બનતી હતી તે ખાધી હતી. તે કેદીઓ જ બનાવતા હતા. તેનું પેકિંગ કરી તેને બહાર વેચવા માટે મોકલી દેવામાં આવે છે. અમે જેલનુ ભોજન લીધું હતું. જે સામાન્ય ભોજન લઈએ તેના કરતા ખુબ જ સારૂ હતું. હું તો એમ કહેવા માગીશ કે ઘણી હોસ્ટેલના જમવા કરતા સારી ક્વોલિટીનું અને ગુણવત્તા યુક્ત હતું.
જેલમાં લોકોને જે કામ ફાવતું હોય તે કરવા દેવામાં આવે છે. કોઈને સુથારી કામ ફાવતું હોય તો તેને તે કામ આપવામાં આવે છે. કોઈને કોઈ કામ શીખવું હોય તો શીખવવામાં આવે છે. કોઇનો અભ્યાસ બાકી હોય છે તેને તે પુરો કરવા દેવામાં આવે છે. કાપડ બનાવવાનું કામ કેદીઓ કરે છે. સુથારી કામ છે. સીલાઈ કામ કરે છે. જો કોઈ બહારના વ્યક્તિએ કપડા સીવાડવા હોય તો તે પોતાનું માપ અને કાપડ આપીને સીવાડી શકે છે. ફર્નિચરની કોઇ પણ વસ્તુ ઓર્ડર દઈને બનાવડાવી શકે છે. જે કેદીઓને રસોઈ બનાવતા ફાવતી હોય તેમને રસોઈ બનાવવામાં રાખે છે. શાક સમારીને જેલમાંથી વેચાય થાય છે.
જેલની અંદર જ સારવાર માટે હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે. મનોરંજન માટે પ્રિઝન રેડિયો ચલાવવામાં આવે છે. જેમા કેદીઓ ભાગ લઈ શકે છે. પોતાના બેરેકમાં બધા વચ્ચે ટીવીની વ્યવસ્થા કરેલી છે.
મહિલા કેદી અને પુરુષ કેદીને અલગ રાખવામાં આવે છે. પોતાના પરીવાર સાથે 20 મિનિટ એક કેદી વાત કરી શકે છે. વિડિયો કોન્ફરન્સથી એક મહિનામાં એક વાર 15 મિનિટ સુધી વાત કરી શકે છે. વિડિયો કોન્ફરન્સથી અદાલતમાં પોતાનું સ્ટેટમેન્ટ કેદી આપી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.
જેલમાં ગાંધીજીને જે કોટડીમાં રાખ્યા હતા તે લોકોના જોવા માટે રાખેલી છે. રવિશંકર મહારાજની બેરેક છે. સરદાર વલ્લભભાઈ પટેલની કોટડી છે. મોરારજીભાઈ દેસાઈની પણ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બેરેક છે. તે જે લીંબડા નીચે બેસીને લખતા તે લીંબડો હાલ પણ છે.
By A. M. Kamejaleeya
શું પોતાની સાથે કરેલા લગ્ન કાયદો માન્ય ગણશે ?
#શું પોતાની સાથે કરેલા લગ્ન કાયદો માન્ય ગણશે ?
વડોદરામાં એક યુવતી પોતાની સાથે પોતે લગ્ન કરવા ઈચ્છે છે. જેને "આત્મલગ્ન" તરીકે ઓળખાવામાં આવે છે. તે યુવતીનું નામ ક્ષમા બિંદુ છે. તે વડોદરામાં રહે છે. એક વેબ જોવાના કારણે તેને આવો વિચાર આવ્યો. તે એવું કહે છે કે "મને દુલ્હન બનવાનો શોખ છે પણ પત્ની બનાવાનો નહીં." ભારતમાં ઘણી જગ્યાએ એવા ન્યૂઝ સાંભળવાં મળતાં હોય છે, જેમાં કોઈ યુવતી કુતરા સાથે લગ્ન કરતી હોય. કોઈ યુવક સાવરણી સાથે લગ્ન કરતો હોય. કોઈ યુવતી ખુટીયા સાથે લગ્ન કરતી હોય. કોઈ યુવતી ખાંડુ એટલે કે તલવાર સાથે લગ્ન કરતી હોય. મુસ્લિમ સમાજમાં તલાક પછી તેજ પુરુષ સાથે લગ્ન કરાર કરવા હોય તો તે યુવતી એ કોઈ બીજા પુરુષ સાથે લગ્ન કરાર કરવા પડે છે. બીજા પુરુષને તલાક આપી તે ફરી તેના તે પુરુષ સાથે લગ્ન કરાર કરી શકે છે. આ બધાની સામે કોઈ વસ્તુ કે વ્યક્તિ છે પણ વડોદરાની યુવતી સામે એવી કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી.
હિન્દુ રીતિરિવાજ પ્રમાણે લગ્ન એ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર માનવામાં આવે છે. લગ્નની વિધિઓ બે વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે. તો એક વ્યક્તિ કેવી રીતે કરી શકે ? કન્યાનું દાન માતા-પિતા કોને કરશે?
પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું પોતાની સાથે કરેલા લગ્ન કાયદો માન્ય ગણશે ? સરકાર કોઈ તેના ઉપર નિવેદન આપશે ? આવા લગ્ન કરાવવા કોઈ પુજારી તૈયાર થશેે ? કોઈ વકીલ આવા લગ્ન કરાવી આપશે ? લગ્નનું રજીસ્ટ્રેશન થઈ શકશે ? વડોદરાના લોકો એને સાથ આપશે કે નહીં.
By A. M. Kamejaleeya
જુનો પુલ બોલું છું...
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
-
તારા શહેરમાં... સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ થઈ ...
-
100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી All in One Google Drive Link: https://drive.google.co...
-
તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્...


.jpeg)
