sangeeakhil

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

#અમદાવાદમાં ટ્રાફિક કેમ હોય છે?

#અમદાવાદમાં ટ્રાફિક કેમ હોય છે?


અમદાવાદ શહેરના રસ્તાઓ ઘણાં પહોળા છે. જ્યાં મોટા મોટા વાહનો આરામથી નીકળી જઈ શકે છે. જુના અમદાવાદ ને બાદ કરતા બાકીના બધા જ રસ્તાઓ ખાસા પહોળા છે. 

Photography by A. M. Kamejaleeya


અમદાવાદ માં સાંજે અને સવારે ઓફિસ થી છુટવાના સમયે અને ઓફિસ જવાના સમયે સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે. 


અત્યારે લોકો સરકારી વાહનમાં જવાને બદલે પ્રાઈવેટ વાહનમાં પોતાના નોકરીના સ્થળે કે પોતાની ઓફિસ જવાનું વધારે પસંદ કરે છે. કારણ કે સરકારી વાહનનું કોઈ ઠેકાણું હોતું નથી. ટ્રાફિકના કારણે કામના સ્થળે જલદી પહોંચાડતાં હોતા નથી. 


રસ્તા ઓ ની આજુબાજુ જે પોતાની ટપરીઓ અને લારી ગલ્લા લોકોએ જે પ્રમાણે ઊભા કર્યા છે તેનાં લીધે રસ્તા ઓ સાંકડા થતાં ગયાં છે. રસ્તા ની બંને બાજુએ ૧૦ ફુટ સુધીનો રસ્તો રોકીને બેઠાં હોય છે. આ જે લોકો રસ્તો રોકીને બેઠાં છે તે મોટા ભાગે ગુજરાત બહારના લોકો હોય છે. જે લોકો પોલીસને પોતાનો હપ્તો ટાઇમ ટુ ટાઇમ આપી દેતા હોય છે તેથી દબાણ અધિકારીઓ તેમને રોકટોક વગર ધંધો કરવા દેતા હોય છે. આ પર થી એવું કહી શકાય કે ટ્રાફિક વધારમાં ગુજરાત બહારના લોકોનો સૌથી વધારે હાથ છે.


અમદાવાદ ના કમિશનર જો કોઈ કડક પગલાં લે તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે.


By A. M. Kamejaleeya

મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2022

જામીન બનો અને પૈસા કમાવો

#જામીન બનો અને પૈસા કમાવો


ગુનાખોરી દિવસે દિવસે વધતી જાય છે, તેને ડામવા માટે પોલીસતંત્ર અને ન્યાયતંત્ર બનતા પ્રયત્નો કરે છે. પોલીસતંત્ર અને ન્યાયતંત્રના બધા જ અધિકારીઓ પ્રયત્ન કરે છે તેવું પણ નથી. કારણ કે અમુક અધિકારી માટે આ પૈસા કમાવાનો રસ્તો બની ગયો છે.



પોલીસ સ્ટેશનમાં જામીન આપવાના થાય ત્યારે પોલીસ અધિકારી જ આરોપીને જામીન કરી આપતાં હોય છે. જેમાં જામીનનો ભાવ ગુના પ્રમાણે અને માણસની કિંમત પ્રમાણે થતો હોય છે. તેવી રીતે જ્યારે અદાલતમાં જામીન આપવાના થાય છે ત્યારે વકિલ જ આરોપીને જામીનનું સેટલમેન્ટ કરી આપતા હોય છે. આરોપીએ તેના માટે થોડા વધારે પૈસા આપવા પડતાં હોય છે. જેનાથી જામીનદારને ગેરકાયદેસર એક નવો વ્યવસાય મળી જાય છે. "જામીન બનો અને પૈસા કમાવો."


આ ગેરકાયદેસર વ્યવસાયથી જામીનદાર રોજના એક હજારથી લઈને પાંચ કે દસ હજાર રોજના મેળવી લેતા હોય છે. બસ જામીનદાર બનવા માટેની શરત એક જ છે કે તમે દસ્તાવેજી ખાતેદાર હોવા જોઈએ. આ ગેરકાયદેસર વ્યવસાયમાં પોલીસ સ્ટેશનના જામીનનો ભાવ જુદો હોય છે અને મામલતદાર કે કલેક્ટર કચેરીના જામીનનો ભાવ જુદો હોય છે. આ ભાવ મોટા ભાગે વકિલો જ કરી આપતા હોય છે. ગુજરાતના ઘણાં કોર્ટ કેસમાં અને પોલીસ કેસમાં આ ભાવતાલ ચાલે છે. એટલાં માટે જ ગુનેગારોને મોકલો માર્ગ મળી ગયો છે, અને તેનાં લીધે ગુનાખોરી દિવસે દિવસે વધતી જાય છે.


By A. M. Kamejaleeya 

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...