sangeeakhil

શનિવાર, 3 ડિસેમ્બર, 2022

10. સલાહકાર || Midnight Love Line

10. સલાહકાર

જીવનની અંદર કોઈ દિવસ સલાહકાર નબળો ના રાખવો. તેમા પણ જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે ખાસ ધ્યાન રાખવું. કારણ કે ત્યારે તમારા સલાહકારો વધી જશે. સલાહકાર નબળો હશે તો નદીમાં તણાતા છોડી દેશે, અને સારો હશે તો શિખરની ટોચ પર બેસાડી દેશે. નબળા સલાહકારથી લક્ષ્મી લુટાતા વાર નહીં લાગે અને તમારો જ સલાહકાર તમને યુઝ કરશે. તે તમને એવી સલાહ આપશે જે તમને ગમતી હશે, તમારા માટે સારી હશે તેવી સલાહ નહી આપે. તમે જ્યારે પ્રેમમાં હો ત્યારે તમારી પ્રેમિકા તમારી સલાહકાર હોય છે, જો તે નબળી સલાહ આપશે તો તમારું આનંદ ભર્યું જીવન લાંબો સમય ચાલશે નહી. તે તમને કોઈ સલાહ જ નહી આપે તે પણ સારુ ના કહેવાય. માત્ર એક છોકરીએ સાથે ચાલવાની જ નહી પણ જરૂર પડે ત્યારે ખંભાથી ખંભો મીલાવવાની પણ જરૂર હોય છે. તે જ એક સાચી સલાહકાર કહેવાય. પ્રેમિકાએ પ્રેમી સિવાયનો સલાહકાર રાખ્યો હશે અને તે ખોટી સલાહ આપશે તો બન્ને વચ્ચે તિરાડ પડતાં વાર નહી લાગે. તમે ભેગા ખાતા હશો, ભેગા રહેતાં હશો, ભેગા ફરતાં હશો, ભેગા એકાંત ભોગવતાં હશો તે સતા સેકન્ડના સાઠમાં ભાગમાં તમારું પ્રેમાળ અને આનંદમયી જીવન તે ઝેર જેવું બનાવી નાખશે. તમારો પ્રેમી તમને દુશ્મન લાગશે અને વિક્રૃત બુદ્ધિનો સલાહકાર અતિ પ્રિય લાગશે. કાનભભણી કરે તેવા સલાહકારને તમારાથી દુર રાખો. તે માત્ર તેનો ફાયદો શોધતો હોય છે. તે શારીરિક ફાયદો હોય કે પછી આર્થિક હોય. તે કામ નિકળી ગયા પછી તું કોણ અને હું કોણ જેવું વર્તન કરશે. એટલે જ કહેવાય છે કે જેનો સલાહકાર નબળો તેનું જીવન નબળું. 

#Midnight_Love_Line 

By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...