11. Cheat || છેતરપિંડી
ચીટ કરીને તમે થોડા ટાઈમ માટે આનંદ તો અનુભવી શકો છો પણ પછીથી એ કાયમને માટે પીડા આપે છે. તમારા પ્રેમીથી કે પછી તમારા પતિથી છેતરપિંડી કરીને પરાયા પુરુષ સાથે થોડો સમય સહવાસ તો ભોગવી શકો છો પણ જયારે એ પાપ બહાર આવે છે ત્યારે દુઃખ અને દર્દ સિવાય બીજું કશું જ મળતું હોતું નથી. તમારી વેલ્યુ તમે સમાજમાં ખોય બેસો છો, તમારી ઈજ્જત સોસાયટીમાં રહેતી નથી. તમારા પરિવારના સભ્યો તમારાંથી દુર ભાગે છે. જો સ્ત્રી હોય તો આવી સ્ત્રી ઉપર અન્ય પુરુષો મોકાનો ફાયદો ઉઠાવીને પુરો ટ્રાય મારવાનો પ્રયાસ કરે છે. તમારું પરિવાર જ તમને જોયા જાણ્યા વગરના પાત્ર સાથે પરણાવી દેશે. પ્રેમી અથવા પતિને છેતરપિંડી ના કારણે ધણીવાર પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જે આપણે રોજના અખબારોમાં વાંચતા હોઈએ છીએ. તેના કારણે છેતરપિંડી કરનાર પાત્રને જેલમાં પણ જવું પડે છે. જો બન્ને બાજુથી છેતરપિંડી થતી હોય તો કદાચ આવું પરિણામ ના પણ મળે. અત્યારના સમયે એક પુરુષ ઘણી બધી છોકરી સાથે રિલેશનમાં રહેતો હોય છે, તેવી રીતે એક છોકરી પણ ઘણા બધા છોકરાઓ સાથે રિલેશનમાં રહેતી હોય છે. એકાબીજાને એકાબીજા વિશે પુરી ખબર હોવા છતા રિલેશનમાં રહેતાં હોય છે. જે પશુ - પ્રાણી જેવું જીવન જીવવા લાગે છે. કોઈ પણની સાથે સંસાર જીવન જીવવા લાગે છે. જેનું પરિણામ હંમેશા દુઃખદાયક જ આવે છે. જેના કારણે ઘણા બધા ગુપ્તરોગોના શિકાર પણ બનતા હોય છે. છેતરપિંડી કરવાનો સમય જ ના આવે તેવો સંબંધ સ્થપાય તો જ વિશ્વાસ અને પ્રેમ ટકી રહે છે.
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો