sangeeakhil

બુધવાર, 18 જાન્યુઆરી, 2023

ગાંધી Caravan | ગાંધીગાન - ૧ | સિંગર : મેઘા ડાલ્ટન

ગાંધી Caravan કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાય ગયો. સંજય તુલાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઝારખંડથી આવેલા મેઘા ડાલ્ટને કહ્યું કે ગાંધીને સમજવા માટે હૃદયની જરૂર છે. દુનિયાના દર બીજા માણસમાં ગાંધી છે. મેઘા ડાલ્ટન આગળ કહે છે કે કયારેય પણ માઈકના મહોતાજ નહી રહેવું જોઈએ. ક્યારેય મળશે પણ અને ક્યારેક નહી પણ મળે. વંદે માતરમ્ એટલું તો સુંદર રીતે પ્રસ્તુત કર્યું હતું કે સાંભળવાની મજા પડી ગઈ. તેના પછી મેઘા ડાલ્ટને "ભલા એકા દશે ગાંધી બાબા" આદીવાસી ગાંધી ગીત પ્રસ્તુત કર્યું હતું. "હીલે હીલે હીલે હીલેલા નદી કિનારે, ડોલે ડોલે ડોલે ડોલેલા ડુગા ઉપરે" ગીત એક સાથે બધા પાસે ગવડાવ્યું હતું. મહિલા એ માનસિક આઝાદી, આર્થિક આઝાદી હોવી જોઈએ. મહિલા જ સદીઓથી સમાજમાં બદલાવ લાવેલી છે. "મોર ટુટે ના ચરખા કે તાર ચરખવા ચાલુ રહે" આ ગીત વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્યા હતા. 'હો લાલ મેરી પટ રખિયોં, બાલા ઝૂલે લાલન, લાલ મેરી પટ રખિયોં બાલા ઝૂલે લાલન, સિંધરી ડા સેહવાન ડા સખી શબાજ઼ કલૈંડર', આ ગીતથી તો બધા તાનમાં અને રાગમાં આવી ગયાં હતાં. 'મહાદેવા' થી સંકરની સ્તુતિ કરી. "રઘુ પતી રાઘવ રાજા રામ" "અબ મેરે દિલ બસા એક તું હૈ તું હૈ.." આ ગીત સાથે કાર્યક્રમનો અને તેમને તેમનાં ગીતનો અંત આપ્યો. છેલ્લે તેમને એક સરસ કરી કે "મેઘા લુપ્ત હો જાયેગી કિન્તુ મેરા ગીત કાયમ રહેગે." મેઘાજીને ગાંધીજીનો સરખો ભેટમાં આપ્યો અને કાર્યક્રમને પુરો કર્યો. 

જય જગત...









By A. M. Kamejaleeya

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...