ગ્રામ સ્વરાજ
ભારતનાં સંવિધાનમાં પણ એક ખામી રહી ગઈ. બંધારણમાં કોઈ પણ જગ્યાએ ગ્રામ સ્વરાજની કોઈ જોગવાઈ જ નહોતી. બે વર્ષ પછી માત્ર બે લાઈનમાં તેની જોગવાઈ કરવામાં આવી. ગામ ગ્રામ પંચાયતથી ચાલશે.
કોઈ પણ સુવિધા નગર અને શહેરમાં જ આવે છે. જેમ કે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન વગેરે જેવી સુવિધા. એક લાખથી પણ વધારે કર્જ લેવામાં આવે છે. ગાંધીજી આવા વિચારોના વિરોધી હતા. ગામનો પણ વિકાસ થવો જોઈએ. મહત્વની વસ્તુ સ્વરાજ હોવી જોઈએ. સ્વરાજ એટલે આપણા બધાનું રાજ.
ગાંધીજી હતા ત્યારે ભારત ગામથી બનેલું હતું. પંચાયત રાજ 73મો બંધારણનો સુધારો કરવામાં આવ્યો. આપણું બંધારણ સારું છે, પણ તે છતાં તેમા સુધારો કરવો પડે છે. તેના મેઢાલેખા ગામ એક આગળ આવ્યું છે. બધાની સહમતીથી નિર્ણય લેવામાં આવે તે ગામ સ્વરાજ. આ ગામમાં તો માત્ર પુરુષો જ નિર્ણય લે છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે પુરુષો દારુ પીને આવે છે. એટલે સ્ત્રીઓ નહી આવતી. તેના પછી એક વર્ષ પછી બધાએ નિર્ણય કર્યો કે દારૂ પી ન પુરુષ નહી આવે. તેના પછી સ્ત્રીઓ આવવા લાગી.
ગણતંત્રનો એક ગેરલાભ એ છે કે બહુમતીના લોકો લઘુમતીનું શોષણ કરતાં હોય છે. કોઈ પણ જગ્યાએ વિરોધ થાય તો તેનાં પર વિચાર કરવામાં આવે. અને તેનાં પછી જ નિર્ણય લેવામાં આવે. કોઈનું દુઃખ દર્દ દુર કરવામાં આવે. "દિલ્હી - મુંબઈ મે હમારી સરકાર કિંતુ ગાવો મે હમ હી સરકાર" આ વિચાર મેઢા ગામનો છે.
ભારતે સંસદ લોકોશાહીને અપનાવી છે. લોકો તો પોતાનો પ્રતિનિધિ ચુટીને મોકલે છે પણ તેના ઉપર કોણ નિયંત્રણ રાખશે ? તેના માટેની કોઈ સુવિધા નથી. સ્વરાજ એટલે મારુ પોતાના પર રાજ. મેઢા ગામ એવું ગામ છે જેને વન ઉપર ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો. કાગળ બનાવવાનું રોમટિરિયલ વાસ છે. તેથી ત્યાંની પેપર મિલ સાથે ઝગડો થયો. પહેલાં વર્ષે 13 લાખની આવક થઇ હતી. સરકાર ને 0.75 રોયલ્ટી આપવાની હતી.
કેપીટલ ગામમાં બનતી નથી. તે શહેરમાં બને છે. એટલે લોકો શહેર તરફ જાય છે. સ્વરાજ એટલે આપણી ગામની આજુબાજુની જે સાધન સંપત્તિ ઉપર ગામનો કોઈ અધિકાર નથી, જે મળવો જોઈએ તે ગામ સ્વરાજ. તેનો જવાબ સૌથી પહેલા આ ગામે આપ્યો હતો. મેઢા ગામની પાસે પેન નંબર છે. તેની પાસે વેઈટ નંબર છે. આનાથી આર્થિક પ્રોસેસ થાય છે.
મિલિન્દભાઈએ ગામ સ્વરાજ ઉપર સરસ માહિતી આપી.
Reporting By A. M. Kamejaleeya






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો