sangeeakhil

શનિવાર, 29 એપ્રિલ, 2023

કારણ કે હું પત્રકાર છું.

સમય સાથે નહીં ઘટના સાથે હાલવાનું હોય, કારણ કે હું પત્રકાર છું.

અફવા સાથે નહીં સત્ય સાથે હાલવાનું હોય, કારણ કે હું પત્રકાર છું.

#કવિ #સંગીઅખિલ 

શુક્રવાર, 28 એપ્રિલ, 2023

29/04/2022

29/04/2022

વિગત -

ગુજરત જાહેર સેવા આયોગની (GPSC) જાહેરાત ક્રમાંક 24/2022-23ની વર્ગ - 1 અને વર્ગ - 2 પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની ઇજનેરી સેવા અંતર્ગત કાર્યપાલક ઈજનેર અને  નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતીની  28 જગ્યાની સત્તાવાર જાહેરાત કરવા આવી છે. ઉમેદવારો તારીખ 15/10/2022 થી 01/11/2022 ફોર્મ ભરી શકશે. ઉમેદવારો ઓનલાઈન (https://gpsc-ojas.gujarat.gov.in) સાઈટ પર જઈને ભરી શકશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે અરજી કરવાની રીત અને અરજી ફી ભરવાની રીત અંગેની નોટીસ બોર્ડ પર તથા આયોગની વેબસાઈટ https://GPSC.gujarat.gov.in અને  https://gpsc-ojas.gujarat.gov.in પર જોવા વિનતી છે. ત્યાર બાદ ઉમેદવારે અરજી કરવાની રહેશે.

અનિરૂધ્ધભાઈ

બુધવાર, 26 એપ્રિલ, 2023

27/04/2023

27/04/2023

હેડલાઈન -

એલ. ડી. ઈન્જીનીયરીંન કોલેજમાં સ્પર્ધાત્મક કાર્યક્રમની શરૂઆત.

વિગત -

એલ. ડી. ઈન્જીનીયરીંન કોલેજમાં ગઈકાલથી ત્રણ દિવસીય વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમની શરૂઆત. વિવિધ કોલેજોમાંથી કાર્યક્રમ ભાગ વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. સીગિંગ સ્પર્ધનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  રમત - ગમતમાં પણ અલગ અલગ કોલેજોમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ કશે છે.

સ્ટોરી -  . એમ. કમેજળીયા

27/04/2023

27/04/2023

હેડલાઈન

ગુજરાત કોલેજની હોસ્ટેલ વર્ષોથી બંધ હાલતમાં પડી છે.

દુરના ગામડાના વિદ્યાર્થીઓને રહેવામાં માટે મુશ્કેલી વેઠવી પડે છે.

વિગત -

ગુજરાત કોલેજની હોસ્ટેલ વર્ષોથી બંધ હાલતમાં પડી છે. ભણવા માટે દૂર દૂર ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને તે રહેવાની સુવિધા સારી હતી. અને હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ ભણી શકતા હતા પણ થોડા વર્ષોથી તે બંધ પડી છે. ગુજરાત કોલેજની હોસ્ટેલ ચાર બ્લોકમાં વહેચાયેલી છે. , બી, સી, અને ડી. બ્લોક છે. જેમાં પહેલા સી અને ડી બ્લોક રિનોવેશન હતી. જે સરૂ કરીને અને બી બ્લોકના હોસ્ટેલના વિદ્યાર્થીઓને તેને સિફ્ટ કરવામાં આવ્યા અને તેને રિનોવેશનમાં મુકવામાં આવી. પણ કોરોના પછી ગુજરાત હોસ્ટેલની હાલત એવી છે કે તેમા ચારમાંથી એક  પણ બ્લોકને શરૂ કરવામાં આવી નથી. સી અને ડી બ્લોકમાં રહેતા ઘણા વિદ્યાર્થીનો સામાન પણ એમનો એમ પડ્યો છે. કોલેજમાં ભણતા દુરના ગામડાના વિદ્યાર્થીઓને રહેવામાં માટે મુશ્કેલી વેઠવી પડે છે. હોસ્ટેલ બંધ હોવાથી તેની જમાની મેશ (ભોજનાલય) પણ બંધ હાલતમાં પડી છે.  હોસ્ટેલ અને ભોજનાલય બંધ હોલતમાં હોવાથી તેના તે પડવી પડે તેવી હાલતમાં જઈ રહી છે. અદાજે 600 થી 700 વિદ્યાર્થીઓ જે તે સમયે હોસ્ટેલમાં રહીને ગુજરાત કોલેજમાં ભણી શકતા હતા. જો ગુજરાત કોલેજનું વ્યવસ્થા તંત્ર ફરી હોસ્ટેલ શરૂ કરે તો વિદ્યાર્થીઓને રહેવાની સમસ્યાથી મુક્તિ મળે.

સ્ટોરી -  . એમ. કમેજળીયા

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...