27/04/2023
હેડલાઈન
ગુજરાત કોલેજની હોસ્ટેલ વર્ષોથી બંધ હાલતમાં પડી છે.
દુરના ગામડાના વિદ્યાર્થીઓને રહેવામાં માટે મુશ્કેલી વેઠવી પડે છે.
વિગત -
ગુજરાત કોલેજની હોસ્ટેલ વર્ષોથી બંધ હાલતમાં પડી છે. ભણવા માટે દૂર દૂર ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને તે રહેવાની સુવિધા સારી હતી. અને હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ ભણી શકતા હતા પણ થોડા વર્ષોથી તે બંધ પડી છે. ગુજરાત કોલેજની હોસ્ટેલ ચાર બ્લોકમાં વહેચાયેલી છે. એ, બી, સી, અને ડી. બ્લોક છે. જેમાં પહેલા સી અને ડી બ્લોક રિનોવેશન હતી. જે સરૂ કરીને એ અને બી બ્લોકના હોસ્ટેલના વિદ્યાર્થીઓને તેને સિફ્ટ કરવામાં આવ્યા અને તેને રિનોવેશનમાં મુકવામાં આવી. પણ કોરોના પછી ગુજરાત હોસ્ટેલની હાલત એવી છે કે તેમા ચારમાંથી એક પણ બ્લોકને શરૂ કરવામાં આવી નથી. સી અને ડી બ્લોકમાં રહેતા ઘણા વિદ્યાર્થીનો સામાન પણ એમનો એમ પડ્યો છે. કોલેજમાં ભણતા દુરના ગામડાના વિદ્યાર્થીઓને રહેવામાં માટે મુશ્કેલી વેઠવી પડે છે. હોસ્ટેલ બંધ હોવાથી તેની જમાની મેશ (ભોજનાલય) પણ બંધ હાલતમાં પડી છે. હોસ્ટેલ અને ભોજનાલય બંધ હોલતમાં હોવાથી તેના તે પડવી પડે તેવી હાલતમાં જઈ રહી છે. અદાજે 600 થી 700 વિદ્યાર્થીઓ જે તે સમયે હોસ્ટેલમાં રહીને ગુજરાત કોલેજમાં ભણી શકતા હતા. જો ગુજરાત કોલેજનું વ્યવસ્થા તંત્ર ફરી હોસ્ટેલ શરૂ કરે તો વિદ્યાર્થીઓને રહેવાની સમસ્યાથી મુક્તિ મળે.
સ્ટોરી - એ. એમ. કમેજળીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો