25/04/2023
હેડલાઈન
શાંતિલાલ ચોપરાએ ઉસ્માનપુરાના અનુરાગ એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસીય વર્ષીતપ કાર્યક્રમ યોજ્યો.
વિગત -
શાંતિલાલ ચોપરાએ જૈન ધર્મના પ્રથમ આદેશ્વર ભગવાનથી પ્રેરાયને 200 દિવસની તપસ્યા કરી હતી. તેમના પારણા કરાવવા માટે આ વર્ષીતપ આખાત્રીજના દિવસે કાર્યક્રમ યોજાયો હતો. તેના પાછળનો ટુંકો ઈતિહાસ એવો કે જ્યારે આદેશ્વર રાજા એક ખેડુતના બળદને વારંવાર બીજાના ખેતરનું બધુ ખાય છે. અને પાકને નુકસાન કરે છે.
તેથી રાજા ખેડુતને બળદનું મોઢું બાધી દેવાનુ કહે છે. અને ખેડુત બળદના મોઢા પર કપડું બાધી દે છે. અને તે 4 દિવસ સુધી કપડું બાધેલું ખોલવાનું ભુલી જાય છે. ચોથા દિવસે બળદ મૃત્યુ પામે છે. તેથી રાજાને દુઃખ થાય છે. રાજા તે દિવસથી બળદની જેમ ગામમાં ભટકવા લાગે છે. જે દાનમાં મળે તે ખાવું તેવું વિચારે છે. પણ લોકોએ હિરા જ્વેરાત, સોના સાદી, વગેરે જેવી બંધી કિંમતી વસ્તુઓ દાનમાં આપે છે, પણ કોઈ વ્યક્તિએ ખાવા પીવાનું કઈ દાનમાં આપ્યું નહી. લોકોને એવું લાગ્યું કે રાજાને નિમ્ન કિંમતની વસ્તું શા માટે આપવી. તેથી ગામના લોકોએ આવી કિંમતી વસ્તુઓ દાનમાં આપી. આવી કિંમતી વસ્તુંઓ એવી હતી જે ખાય કે પી શકાતી નહોતી. તેથી આદેશ્વર ભગવાનના ઉપવાસના દિવસો વધતા ગયા. 400માં દિવસે તેમને શેરડીના 108 ઘડાનો રસ આપવા આવ્યા. તે બધા જ ભગવાન પી ગયા. અને તેમના 400માં દિવસે પારણા થયા.
શાંતિલાલ ચોપરાએ વર્ષીતપ તપસ્યામાં 400 દિવસોમાંથી 200 દિવસની વર્ષીતપ તપસ્યા કરી હતી. વર્ષીતપ તપસ્યામં એવુ હોય છે કે સુર્યોદય થાય તે પહેલા ભોજન કરી લેવાનું હોય છે. અને સુર્યાસ્ત સુધી કઈ પણ ગ્રહન કરવા હોતું નથી. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજન - કિર્તન
બીજા દિવસે સંતવાણી, ત્રીજા દિવસે માતૃપિતૃ વંદના અને ભક્તિનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જેટલો લોકો જોડાયા હતા તેમની બંધા આંખોમાં આસું હતા. કારણ કે તેવો 400 દિવસમાંથી 200 દિવસના ઉપવાસ કરે છે. અને 200 દિવસના બેસણાં કરે છે. જ્યારે આ તપ પુરુ થાય ત્યારે તેઓની આંખોમાંથી હરખના આંસુ આવે છે. વર્ષીતમમાં 125 જેટલા આરાધકો ઉસ્માનપુરા ગામમાંથી જોડાયા હાતા. અને તેમના પારણા કરાવ્યા હતા. આ તપ સૌથી કઠોર અને મુશ્કેલ તપની યાદીમાં આવે છે. આટલા લાંબા સમય સુધી તેની ધાર્મિક વિધિઓનું પાલન કરવું ખુબજ મુશ્કેલ છે. આ દિવસે દાન કરવું ખુબજ ફળદાઈ માનવામાં આવે છે. તે ઉપાસકો જેમના માટે ઉપવાસ કરવાનું શક્ય નથી તેઓ આ દિવસને પુજા, જાપ, દાન સાથે ઉજવે છે.
સ્ટોરી - એ. એમ. કમેજળીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો