EDની સત્તા અને કેજરીવાલની ધરપકડ | Madh One
તાજેતરમાં દિલ્લીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા કેટલાક નેતાઓની અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી છે.
કેજરીવાલની ધરપકડ બાદ કોર્ટે 28 માર્ચ સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. એટલે અરવિંદ કેજરીવાલની હોલી ધુલેટી જેલમાં વિતશે. અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં હોવા છતા CM પદેથી રાજીનામું આપ્યું નથી. રાજીનામું નથી આપ્યું એટલા માટે PIL જાહેરહિતની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ED છે શું ? તે ક્યારે અસ્તિત્વમાં આવી ? ED પાસે પહેલા કેટલા પાવર હતો. ? હવે તેની પાસે કેટલો પાવર છે ? આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે આ વીડિયોમાં કરીશું.
મારૂ નામ છે અખિલ અને તમે જોઈ રહ્યા છે માધવન
વર્ષ 2019માં કાયદામાં સુધારો થયો અને EDની તાકાતમાં વધારો થયો
ED ગમે ત્યા દરોડા પાડી શકશે. EDને આપેલું નિવેદન પુરાવા તરીકે કોર્ટમાં માન્ય રહેશે.
આ બધી વાતને આપણે ટુંકમાં સમજીએ.
વર્ષ 1947માં એક કાયદો અમલમાં આવ્યો. તેનું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતું. “ફેરા” નામના ટુંકા નામે તેને આપણે ઓળખીએ છીએ.
આ કાયદા અંતર્ગત 1956માં EDનું ગઠન થયું.
પહેલા તેનું નામ ઈન્ફોર્સમેન્ટ યુનિટ હતું. બાદમાં બદલીને ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કરવામાં આવ્યું.
શરૂઆતમાં EDનું કામ વિદેશમાં ચાલી રહેલા એક્સચેન્જ માર્કેટમાં લેનદેલ કરી રહેલા વેપારી લોકોની તપાસ કરવાનું હતું.
બાદમાં ફેરા કાયદામાં સુધારો કરી મની લોન્ડરિંગના કેસની તપાસનું કામ સોંપાયું. તેના કારણે EDની તાકાતમાં વધારો થયો.
વર્ષ 2012 સુધી ED તેવા જ કેસની તપાસ કરતી જે 30 લાખથી વધારેની મની લોન્ડરિંગ જે કેસમાં થઈ હોય.
વર્ષ 2013માં તેમાં સંશોધન થયું અને 30 લાખની સીમા મર્યાદાને ખતમ કરી.
EDની સત્તા સૌથી વધારે વર્ષ 2019માં વધી. સત્તા વધવાનું કારણ કેન્દ્ર સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગના કાયદામાં સંશોધન કર્યું હતું.
સંશોધન કરી કલમ 17 (1) અને 18માં ફેરફાર કર્યો અને કલમ 45નો ઉમેરો કર્યો.
આ સંશોધનથી EDને એટલો બંધો પાવર મળ્યો કે તે હવે શંકાસ્પદ વ્યક્તિની વિના વોરન્ટે ધરપકડ કરી શકતી. દરોડા પાડી શકતી. ED કોઈપણને સમન્સ મોકલી શકતી. EDને સમન્સની સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી. જે કોઈ વ્યકિત ED સમક્ષ નિવેદન આપશે તેનો ED પુરાવા તરીકે કોર્ટમાં ઉપયોગ કરી શકશે.
હવે તમને સમજાયું હશે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ શેના આધારે કરવમમાં આવી છે.
EDએ કોઈ એક વ્યકિતની ધરપકડ કરી. તે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલની વિરૂધમાં લીકર પોલીસીને લઈ નિવેદન આપ્યું. તે નિવેદનનો EDએ પુરાવા તરીકે ઉપયોગ કર્યો. પુરાવા તરીકે ઉપયોગ કરી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી.
#arvindkejarival #ED #delhi #fara
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો