sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

15. ભિખારી


લાંબો હાથ કરી નથી માગતો કે,
શુટ-બુટ કે ટાઇ-શુટમાં ફરે છે કે પછી,
ભગવાનના ભરોસે આપી દે એ બોલતો નથી,
એનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.
વાડી-વજીફો, વૈભવ-વારસો કે,
જર-જમીનને જોરુ કે માલ, મિલકતને માયા કે પછી,
માઢ-મેડીને, મકાન કે નોકર, સાકરને સેવક,
હોવાનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.
સાદ પાડી-પાડી માગતો નથી કે,
વૈદ,વકીલને ડૉકટર કે દવા, દારુને ન્યાય કે પછી,
કાળો, ધોળાને ગોરો કે નર, નારીને નારાયણ,
હોવાનો મતલબ એ નથી કે તે ભિખારી નથી.
હાથમાં ભલે ભિક્ષાનું પાત્ર નથી કે,
ખીસ્સામાં ભલે ખંખડે ખજાનો અઢળક કે પછી,
લાખો હોય ભલે રૂપિયાનો માલિક અમિર"અખિલ"
            હોવાનો મતલબ એ નથી કે તે ભાખારી નથી.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...