મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી
ગાતી...(2)
સખીઓ સંગ રમતી રમતી, કલકલ કરતી
કરતી,
રાતભર ભમતી ભમતી, ગરબે ઘુમતી ઘુમતી,
ગીત ગાતી ગાતી, રાસે ઝુંમતી ઝુંમતી,
પીયું "સંગ" ફરતી ફરતી,
ડાંડિયે-ડાંડિયે લડતી લડતી,
મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી
ગાતી...(2)
શૃગારએનો ચમકે ચમકે, કેશએના ફરકે
ફરકે,
સાડીએની સરકે સરકે, ઝાંઝરએના ઝણકે
ઝણકે,
તનએનું ફડકે ફડકે, નૈનએના નિરખે
નિરખે,
હૈયુંએનું ધડકે ધડકે, ગગન આખું ગરજે
ગરજે,
મન મુકિને માં અંબાનો "મહિમા" ગાતી
ગાતી...(2)
- સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો