મસ્તમજાનું ખાવાનું ને, મસ્તમજાનું
પીવાનું,
મસ્તમજાનું હરવાનું ને, મસ્તમજાનું
ફરવાનું,
મસ્તમજાનું રહેવાનું ને, મસ્ત બનીને
જોર જોરથી ગાવાનું
આ છે આપણું અમદાવાદ .... ....અમદાવાદ..... ...
ધમધમતું ને ધબકતું ... આ છે
અમદાવાદ.......... (2)
ભણીગણીને આગળ વધવાનુંને, નોકરી ધંધે
જાવાનું,
માન-મર્યાદામાં રહેવાનું, સંસ્કારી
બનવાનું,
સમયસર જાવાનુંને, સમયસર આવી જઇને,
મસ્ત બનીને... આ છે .... ... ધમધમતું ને ...... ....
સિદિસૈયેદની જાળીએ જાવાનુંને, તળાવ
કાંકરીયાનું જોવાનું,
ઝુમા મસ્ઝિદે સર ઝુકાવીને, લાલ
દરવાજાની હાટે હટાણું કરવાનું,
સાયન્સ સિટીએ વિજ્ઞાનની વાતું
કરવાનીને,
ઇસ્રોમાં ખગોળ, ભુગોળને ભણવાનું ને,
મસ્ત બનીને... આ છે .... ... ધમધમતું ને ...... ....
પંતગે ચાની પ્યાલી પીવાની ને,
સાબરમતીનાં કાંઠે ફરવાનું
પરીમલની પ્રદક્ષિણા કરીને, પ્રેમી
પંખીડાની"સંગ"બેસી જવાનું,
વિદ્યાપીઠે પુસ્તકનું પાનું ખોળીને,
રેટિયાથી રૂને કાતી જોવાનું,
બાપુના આશ્રમે જઇને, સત્ય,અહિંસાને,
ધર્મનો "મહિમા"ગાઇને,
મસ્ત
બનીને... આ છે .... ... ધમધમતું ને ......
....
- સંગીઅખિલ"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો