sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

29. આંશું કેમ આવીયા ?


ખબર હતી નથી મળવાનાં, તોય આંશું કેમ આવીયા ?
દર્દ બધું જીલવાની ભાન હતી, તોય આંશું કેમ આવીયા ?
ચહેરાના ભાવ  વાંચવાની સન હતી, તોય આંશું કેમ આવીયા ?
લુટાવી બેઠાં છે પહેલેથી, તોય વિદાયવેળાએ આંશું કેમ આવીયા ?
વિધાતાના લેખ હતા સહવાસ નથી કરવાના, તોય આંશું કેમ આવીયા ?
હૃદય સાફ હતાં, મન શોખા હતાં, તોય આંશું કેમ આવીયા ?
ઘોર સપનાઓના સાગરમાં હતાં, તોય આંશું કેમ આવીયા ?
માત્ર અમારા લાગણીના સંબંધો હતાં, તોય આંશું કેમ આવીયા ?
વિરોધના વાદળ નથી, આશાંના બંધન નથી, તોય આંશું કેમ આવીયા ?
પ્યાસ તો ઝાંઝવાના જળની જ હતી, તોય આંશું કેમ આવીયા ?
રમતમાં હાર અમારી જ છે, જાણ હતી, તોય આંશું કેમ આવીયા ?
તરસ્તા હતા કાન"ચાહું છુ તને"સાંભળવા, તોય આંશું કેમ આવીયા ?
જીવી લઇશ એકલાં તારા વગર માત્ર વિચાર છે, તોય આંશું કેમ આવીયા ?
"મહિમા""અખિલ"નો છે આ ગઝલમાં ,વાંચતા જ આંશું કેમ આવીયા ?
-       સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...