સિંધુડા સંભળાય છે રણમાં, રક્ત રેલાય છે રણમાં,
ખેલ એવા ખેલાય છે રણમાં, માંથડા કપાય છે રણમાં.
ઘોડા વેતગાય છે રણમાં, રથડા રોકાય છે રણમાં,
દેહ તલવાર, ભાલાથી ઘવાય છે રણમાં, મડદો મૂશાળા મરાય છે રણમાં
દુશ્મનો હણાય છે રણમાં, પાળીયા એમનાં પુજાય છે રણમાં,
સુરજ અથમાય છે રણમાં, વિરો વિરગતિ સિંધાવે છે રણમાં.
તિરોનાં ટાડવ ખેલાય છે રણમાં, બળતી ચિતામા દેહ હોમાય છે રણમાં,
નદીઓ રક્તની હલી છે રણમાં, બેન મળવા વીરને હાલી છે રણમાં.
પત્ની ભરથારને ભેટવા હાલી છે રણમાં, દુઃખના દરિયા ઉમટાય છે રણમાં,
"અખિલ"વલોપાત
કરે છે રણમાં, શહિદોનો "મહિમા" ગવાય છે રણમાં.
- સંગીઅખિલ "અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો