sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

31. સ્ત્રીનું ત્યાગ


વાળમાં ચુડામણી તો પતિના નામની,
માંથા પરનું સિંધુર તો પતિના નામનું,
ગળાનું મંગળસુત્ર તો પતિના નામનું,
હાથની ચુડી તો પતિના નામની,
ઓઢવાની ઓઢણી તો પતિના નામની,
સૌભાગ્યનો ચાંદલો તો પતિના નામનો,
આંગળીની અંગુઠી તો પતિના નામની,
નામ પાછળનું નામ તો પતિના નામ,
પોતાનું બાળક તો પતિના નામનું,
પોતાનું ઘર તો પતિના નામનું,
ઘરમાં મોટું સ્થાન તો પતિનું,
દુઃખ પોતાને ભોગવાનું, સુખ પતિને આપવાનું,
ત્યાગ કરે પોતે નામ ચડે પતિનું,
અજીબ"મહિમા" છે સ્ત્રીનાં ત્યાગનો.
-       સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...